શું તમે પણ આ મહિલા પોલિંગ અધિકારીનો ફોટો કે વીડિયો શેર કર્યો હતો?

3,860 просмотров 13.05.2019 00:02:30

Описание

લોકસભા ઈલેક્શનમાં નેતાઓના જુમલાબાજી બાદ જો સૌથી વધુ કોઈ ચર્ચામાં હોય તો બે મહિલા પોલિંગ અધિકારી રાતોરાત જ આ બંને મહિલાઓ દેશભરમાં જાણીતી થઈ ગઈ છે પીળી સાડીવાળી મહિલા હોય કે વાદળી ડ્રેસવાળી તેમની સુંદરતા વિશે તો કોઈ જ શંકા ના થાય પણ દિમાગ બાજુએ મૂકીને જે દાવાઓ સાથે તેમના ફોટોઝ અને વીડિયોઝ વાઈરલ થયા તે સાવ પાયાવિહોણા લાગે છે લગભગ દરેક યૂઝર્સે એક જ દાવો કર્યો હતો કે આ મહિલા ઓફિસરના કારણે જ મતદાન મથકે 100 ટકા વોટિંગ થશે કે થયું હતું આ મહાશયો એટલા બધા નિષ્ણાત છે કે તેમણે તો ચૂંટણીપંચને પણ સલાહ આપી દીધી કે આવી મહિલા જો મતદાનકેન્દ્ર પર ફરજ નિભાવશે તો સો ટકા મતદાન થશે હવે આ દાવો પાયાવિહોણો એટલા માટે છે કે શું માત્ર પુરુષો જ મત આપે છે, મહિલાઓ પણ મતદાર હોય જ છે તે કેવી રીતે આવશે? તેમના માટે તો હિરોઈનને ટક્કર મારે તેવી મહિલા નહીં પણ હીરો જેવો કોઈ અધિકારી હોવો જોઈએ ને? તો કેટલાકે તો એવો ખુલાસો પણ આપી દીધો હતો કે અમે આ એટલા માટે જ શેર કરીએ છીએ કે મતદાનમાં વધારો થાય એવા પણ સોશિયલ સંશોધકો મળી જ ગયા જેઓ તેમના વીડિયોઝ પણ શોધી લાવ્યા, કેટલાક પાસે તો આ મહિલા અધિકારીની સંપૂર્ણ વિગતો પણ હાજરમાં જ હતી કોઈએ કહ્યું મિસિજ જયપુર તો કોઈએ તો મિસિજ મુંબઈના તાજથી નવાજ્યાં હતાં બસ અમે તમને એક જ વાત કહેવા માગીએ છીએ કે જે પણ વિગતો કે લોજીક સાથે આ મહિલાઓના ઈવીએમ સાથેના ફોટોઝ વાઈરલ થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી કેમ કે પીળી સાડીવાળાં મહિલા અંતે લખનઉનાં વતની નીકળ્યાં હતાં તો તેમની જ્યાં ફરજ હતી ત્યાં 70 ટકા મતદાન થયું હતું એટલે આપણે મહિલા કર્મચારીને મોડલ તરીકે જોવાની આદત સુધારવી પડશે અને હા છેલ્લે એક જ સવાલ કે કદાચ આપણા જ પરિવારની કોઈ મહિલા હોત તો આ લોજીક કે દાવો આપણને ગમે ખરો?

Комментарии

Теги:
મહિલા, પોલિંગ, અધિકારીનો, ફોટો, વીડિયો, કર્યો