પાકિસ્તાની એરક્રાફ્ટના ક્રેશની અંતિમ ક્ષણોનો વીડિયો સામે આવ્યો, આગના ગોળાની જેમ તૂટ્યું હતું
Описание
મંગળવારે સવારે પાકિસ્તાન આર્મીનું એક પ્લેન રાવલપિંડી પાસેના રહેણાક વિસ્તાર પર આગના ગોળાની જેમ તૂટી પડ્યું હતું પ્લેન ક્રેશની આ અંતિમ ક્ષણો એક વ્યક્તિના કેમેરામાં કેદ થઈ હતી જે જોતજોતામાં જ વાઈરલ થવા લાગી હતી વીડિયોમાં પણ જોઈ શકાય છે કે પ્લેન તૂટતાંની સાથે જ રહેણાક વિસ્તારમાં આવેલા ઘરો પર તૂટી પડે છે નીચે મકાનો તરફ ધસતું આ પ્લેન ઘર્ષણ થતાંની સાથે જ આગના ગોળામાં પલટાઈ ગયું હતું આ શોકિંગ નજારો જોઈને વીડિયો રેકોર્ડ કરનારી વ્યક્તિ પણ ચિત્કારી ઉઠી હતી પ્લેન તૂટી પડતાં જ મકાન પર સૂઈ રહેલા અનેક લોકો આગમાં સપડાઈ ગયા હતા આ દુર્ઘટના એ સમયે બની હતી જ્યારે આ વિમાન ટ્રેનિંગ માટેની રૂટીન ઉડાન પર હતું મળતી વિગતો પ્રમાણે આ ગંભીર પ્લેન ક્રેશમાં 5 ક્રૂ મેમ્બર્સ સહિત 19 લોકોના મોત થયા છે તો સાથે જ આ દુર્ઘટનાનો ભોગ બનેલા અનેક લોકો ગંભીર હાલતમાં સારવાર માટે પણ દાખલ કરવામાં આવ્યા છે સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ આ એરક્રાફ્ટ જે મકાન સાથે અથડાયું હતું તે પણ ધરાશાયી થઈ ગયું હતું તો આ પ્લેનક્રેશ નજરે જોનારાઓએ તેનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે આગની જ્વાળાઓ ખૂબ જ તેજ હતી આ પ્લેન મકાન સાથે અથડાયું તે પહેલાં જ આગની ઝપેટમાં આવી ગયું હતું આ દુર્ઘટનાની ગંભીરતા જોઈને ઓથોરિટીએ પણ હોસ્પિટલોમાં ઈમરજ્નસી જાહેર કરી દીધી હતી તો અન્ય વિગતોમાં એવું પણ કહેવાયું છે કે આ પ્લેનક્રેશ રહેણાક એરિયામાં થયું હોવાથી મૃત્યુ આંક વધવાની સંભાવના નકારી શકાતી નથી જો કે, એ હજુ સુધી બહાર નથી આવ્યું કે આ ક્રેશ પાછળનું કારણ શું હતું અને આ એરક્રાફ્ટનું મૉડલ ક્યું હતું તમને એ પણ જણાવી દઈએ કે રાજધાની ઈસ્લામાબાદની પાસે જ રાવલપિંડીમાં પાકિસ્તાની આર્મીનું હેડ ક્વાર્ટર છે
Комментарии