શોપિયાંમાં સિક્યોરિટી ફોર્સ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો, એક સંદિગ્ધનું પણ મોત

392 просмотров 03.06.2019 00:00:21

Описание

આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સિયાચિનના પ્રવાસે છે, ત્યારે જમ્મૂ કશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ-ચિત્રગ્રામ વિસ્તારમાં આજે વહેલી સવારે સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં 2 આંતકવાદીઓ ઠાર કર્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ, સેનાની 44 આરઆર પેટ્રોલિંગ ટીમ પોતાના વાહનોમાં શોપિયાં તરફ આવી રહી હતી ત્યારે આતંકવાદીઓ દ્વારા સેનાના વાહનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા જેથી સેનાએ પણ જવાબ આપતા ફાયરિંગ શરૂ કર્યું હતું અને બે આતંકીઓને ઠાર કર્યા હતા સેનાએ એન્કાઉન્ટરમાં ઠાર થયેલા આતંકવાદીઓના મૃતદેહને કબ્જે કર્યા હતા એવું મનાય છેકે બંન્ને આતંકીઓ સ્થાનિક છે, પરંતુ હજુ બંન્નેની ઓળખ થઇ નથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર એવા સમયે થયું છે જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આતંક વિરોધી અભિયાનોની તપાસ માટે જમ્મૂ-કાશ્મીર અને સિયાચિન ગ્લેશિયર પ્રવાસે જઇ રહ્યા છે

Комментарии

Теги:
શોપિયાંમાં, સિક્યોરિટી, ફોર્સ, અથડામણમાં, આતંકીને, કર્યો, સંદિગ્ધનું