મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુ નાનક જયંતિના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પાઘડી પહેરી આપી હાજરી
178 просмотров
08.11.2022
00:00:29
Описание
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. આ દરમિયાન રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીએ ગુરુનાનક જયંતિ પર રાતોરાત આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી શીખોના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આજે ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ છે. ગુરુ નાનક જી શીખોના પ્રથમ ગુરુ અને શીખ ધર્મના સ્થાપક છે. શીખ ધર્મમાં માનનારાઓ માટે ગુરુ નાનક જયંતિનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. તેમણે પોતાનું જીવન માનવ સમાજના કલ્યાણ માટે સમર્પિત કર્યું. ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ રાહુલ ગાંધી યાદગારી સાહિબજાદે બાબા જોરાવર સિંહજી ફતેહ સિંહજી ગુરુદ્વારા પહોંચ્યા.
Комментарии