રાજકોટ પોલીસ દ્વારા 3 કરોડના ખર્ચે અંબા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર, અંબાજીથી અખંડ જ્યોત આવી

505 просмотров 29.02.2020 00:00:46

Описание

રાજકોટ:રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં દાયકા પહેલાં બિરાજીત અંબા માતાજીના મંદિરનો 3 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ નવનિર્મિત મંદિરમાં ગુરુવારે માતાજીની મૂર્તિની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આજે અંબા માતાજીના મુખ્ય સ્થાનક ગણાતા ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત અને મંદિરનીમાટી રાજકોટ મંદિરમાં લાવવામાં આવી હતી અખંડ જ્યોતને બગીમાં લાવી સામૈયા કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ બેન્ડના તાલે કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા આ પ્રસંગે પોલીસ અધિકારી અને પોલીસ પરિવારજનો મોટી સંખ્યામાં ભાવભેર હાજર રહ્યાં હતા અંબા માતાના મંદિરમાં અન્ય 31 દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

Комментарии

Теги:
રાજકોટ, પોલીસ, દ્વારા, કરોડના, ખર્ચે, અંબા, માતાજીના, મંદિરનો, જીર્ણોદ્ધાર, અંબાજીથી, અખંડ, જ્યોત