આબુરોડ નજીક ચંદ્રાવતી બ્રિજ પરથી ટ્રક 15 ફૂટ નીચે ખાબકી, ત્રણના મોત, એક ઘાયલ

1,158 просмотров 29.12.2019 00:00:36

Описание

અમીરગઢઃઆબુરોડ નજીક ચંદ્રાવતી બ્રિજ પર રવિવારે વહેલી સવારે ટ્રકના ચાલકને ઉંઘનું ઝોકું આવતાં ટ્રક 15 ફૂટ બ્રીજથી નીચે સર્વિસ રોડ ઉપર ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે નાગોરથી મગ ભરીને પાલનપુર જતી ટ્રકના ચાલકને ઉંઘનું ઝોકું આવતાં દુર્ઘટના સર્જાઈ હતી ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા તેજારામ અને ઉપમારામ બન્ને ભાઇ પોતાના વિસ્તારના ખેડૂતો જોડે માલ ખરીદીને બનાસકાંઠા જિલ્લાના માર્કટયાર્ડોમાં અવાર-નવાર માલ વેચવા આવતા હતા

Комментарии

Теги:
આબુરોડ, નજીક, ચંદ્રાવતી, બ્રિજ, પરથી, ટ્રક, નીચે, ખાબકી, ત્રણના, ઘાયલ