બનાસકાંઠાના છાપીમાં પોલીસ જીપ ઉથલાવવાના પ્રયાસમાં 40ની ધરપકડ, અન્ય આરોપીઓ ભૂર્ગભમાં

2,739 просмотров 23.12.2019 00:01:07

Описание

પાલનપુર:વડગામના છાપી હાઇવે પર પોલીસ પર હુમલાના મામલે પોલીસે 40 તોફાની તત્વોની ધરપકડ કરી છે પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ 40 આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે છાપી હાઈવે પર ટોળું હિંસક બન્યું હતું નાગરિકતા કાયદા મામલે બનાસકાંઠાના છાપીમાં વિરોધને લઈને ત્રણ દિવસ અગાઉ પરમિશન વગરની એક સભાનું આયોજન કરાયું હતું અહીં પોલીસ બંદોબસ્તમાં હતી અને આ બંદોબસ્તમાં રહેલી પોલીસ ટીમ પર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો આ દરમિયાન એક ઉગ્ર ટોળાએ પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ કર્યો હતો 100ને વેરિફેકશન માટે બોલાવ્યા હતા પોલીસવાન પર હુમલાની ઘટનાને લઈને ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી અને 22 વ્યક્તિઓને નામજોગ ફરિયાદ નોંધતા જ ગઈકાલે છાપી અને આસપાસનાં વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતું 100 જેટલા લોકોને વેરિફિકેશન માટે લવાયા હતા જોકે આ વેરિફિકેશનમાં 40 જેટલા આરોપીઓ પોલીસ તપાસમાં સાબિત થતાં પોલીસે 40ની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી (તસવીર અને માહિતી: ધવલ જોશી, પાલનપુર)

Комментарии

Теги:
બનાસકાંઠાના, છાપીમાં, પોલીસ, ઉથલાવવાના, પ્રયાસમાં, 40ની, ધરપકડ, અન્ય, આરોપીઓ, ભૂર્ગભમાં