આંદોલનકારી યુવાને ધ્રસુકે ધ્રુસકે રડી કહ્યું-પપ્પા નથી, ખૂબ મહેનત કરી પરીક્ષા આપી છે

5,161 просмотров 06.12.2019 00:00:56

Описание

ગાંધીનગરઃ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી ધરણાં દરમિયાન સુરેશ રાઠોડ આપવીતી કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો આ યુવાને રડતા રડતા કહ્યું કે, પપ્પા નથી અને ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે, ત્રણ દિવસથી મમ્મીને ઘરે એકલા મુકીને આવ્યો છું, અત્યારનો માણસ મરી ચૂક્યો છે, તેને જગાડો આ દરમિયાન રડતા યુવકને જોઈને સ્થળ પર હાજર રહેલા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેની હિંમત વધારવા માટે તેની પાસે પહોંચ્યા હતા આ સમયે ધાનાણીએ યુવકને કહ્યું કે, સાવજ જેવો થઈને કેમ રડે છે?જો કે આ યુવાનની સાથે સાથે ધાનાણી પણ ભાવુક થઈ ગયા હતા તેમજ અન્ય લોકોએ પણ તેને સપોર્ટ કર્યો હતો

Комментарии

Теги:
આંદોલનકારી, યુવાને, ધ્રસુકે, ધ્રુસકે, કહ્યું, પપ્પા, મહેનત, પરીક્ષા