જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા આરીફના પાર્થિવ દેહને આજે વડોદરા લવાશે, સેનાએ શ્રદ્ધાંજલિ આપી

547 просмотров 23.07.2019 00:00:56

Описание

વડોદરાઃ જમ્મુ કશ્મીરના અખનુર કેરી બટ્ટલ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં શહીદ થયેલા વડોદરાના આર્મી જવાન આરીફ પઠાણને સેનાએ શ્રદ્ધાંજલિ આપી હતી આજે રાત્રે 8:20 વાગ્યે આરીફના પાર્થિવ દેહને વડોદરા લાવવામાં આવશે અને આવતીકાલે બુધવારે દફનવિધિ કરવામાં આવશે સોમવારે વહેલી સવારે પાકિસ્તાને કરેલા ફાયરિંગનો વળતો જવાબ આપતી વખતે કાશ્મીરમાં 18 રાઇફલ્સમાં ફરજ બજાવતો આર્મી જવાન આરીફ પઠાણ(24) શહીદ થયો હતો પુત્ર ગુમાવ્યાના બે દિવસ પછી પણ પુત્રના અંતિમ દર્શન પણ ન થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે આરીફનો ભાઇ તેના પાર્થિવ દેહને લેવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યો હતો જ્યાંથી રાત્રે આરીફના પાર્થિવ દેહને વડોદરા હરણી એરપોર્ટ ખાતે લાવવામાં આવશે જ્યાં સેના દ્વારા આરીફને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે આ સમયે રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલ, કલેક્ટર, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે જોકે રાત્રે આરીફના પાર્થિવ દેહને રાત્રે સોંપવામાં નહીં આવે આવતીકાલે બુધવારે સવારે આરીફના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે

Комментарии

Теги:
જમ્મુ, કાશ્મીરમાં, શહીદ, થયેલા, આરીફના, પાર્થિવ, દેહને, વડોદરા, લવાશે, સેનાએ, શ્રદ્ધાંજલિ