આદર્શ શાળાના વિદ્યાર્થીએ શિક્ષકે માર માર્યોનો આક્ષેપ કર્યો

262 просмотров 19.07.2019 00:02:30

Описание

ડીસા:આદર્શ શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ શિક્ષકે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો જ્યારે શિક્ષકે સામાન્ય વાતચીતને લઈને તેને ઠપકો આપ્યો હોવાનું જણાવ્યું હતું ડીસાના સુંદરમ બંગલોઝમાં રહેતો 16 વર્ષીય સોલંકી કેતુલ અરૂણભાઇ શહેરની આદર્શ શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યો છે ગુરુવારે તેની શાળાના શિક્ષકે તેને માર માર્યો હોવાના આક્ષેપ કર્યો હતો વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે ગુરુવારે તેના સહાધ્યાયી સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતાં તેના સહાધ્યાયીએ આ અંગે મોનિટરને જાણ કરી હતી બાદમાં મોનિટરે આ અંગે શાળાના શિક્ષક નટુભાઈ જોશીને વાત કરી હતી અને નટુભાઈ જોશીએ તેને માર માર્યો હતો અન્ય શિક્ષકે તેને માફીપત્ર લખાવા દબાણ કર્યુ હતું જોકે આ અંગે શિક્ષકે વિદ્યાર્થીને ખાલી ઠપકો આપ્યો હતો તેમ જણાવ્યું હતું

Комментарии

Теги:
આદર્શ, શાળાના, વિદ્યાર્થીએ, શિક્ષકે, માર્યોનો, આક્ષેપ, કર્યો