લોકસભામાં રાજનાથે કહ્યું- કર્ણાટકમાં જે થઇ રહ્યું છે તેમાં અમારો કોઇ હાથ નથી
337 просмотров
08.07.2019
00:01:26
Описание
કોંગ્રેસ જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઇને સોમવારે લોકસભામાં ચર્ચા થઇ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કર્ણાટકના વર્તમાન રાજકીય વાતાવરણ પાછળ ભાજપ કે કેન્દ્ર સરકારની કોઇ ભૂમિકા નથી ભાજપે કોઇ પણ ધારાસભ્ય અથવા સાંસદ પર પાર્ટી બદલવા માટે દબાણ નથી કર્યું આ પહેલા અધીર રંજને કહ્યું, 'તમે (ભાજપ) 300 સીટી જીતી છે પણ તમારું પેટ નથી ભરાયું જો મારું ઘર અસુરક્ષિત હોય અને તમાં દસ ચાંદી અને દસ સોનાના સિક્કા હોય તો તેનો અર્થ એ નથી કે તમે તેને ચોરવાના ઇરાદાથી આવો અને લૂંટીને ભાગી જાવ ' કોંગ્રેસ સાંસદ ડી કે સુરેશે કહ્યું કે ભાજપા નથી ઇચ્છતી કે કોઇ વિપક્ષીર પાર્ટી કોઇ રાજ્ય કે કેન્દ્રની સત્તામાં રહે તે લોકતંત્રને ખતમ કરી રહી છે
Комментарии