સરકારે નહીં કરતા કુડાના ખેડૂતોએ પાંચ કિમીના રસ્તો જાતે જ બનાવી દીધો

930 просмотров 01.05.2019 00:01:51

Описание

પાલનપુરઃ લાખણી તાલુકાના કુડા ગામથી કોટડાને જોડતો કાચો રસ્તો અત્યંત ધુળીયો અને ખાડા વાળો હતો જેથી ખેતરોમાં રહેતા 50થી વધુ પરિવારો ઉપરાંત કોટડા જતા આવતા ગ્રામ્યજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે સપ્તાહ પહેલા કુડાના ખેડૂતોએ ભેગા મળી જાતે જ રસ્તો રીપેર કરવાનું મન બનાવ્યું અને 50 ખેડૂતો પાસેથી 500 અને 1000 રૂપિયા ભેગા કરી ધગધગતા તાપ વચ્ચે જાતેજ મહેનત કરીને ટ્રેકટર દ્વારા સહુથી પહેલા 5 કિલોમીટર લાંબા માર્ગ પરથી ધૂળ હટાવી, ત્યાર બાદ આખા રસ્તાને સમતોલ કરવા તેની પર વારંવાર પાણીનો છંટકાવ કરાયો જે કામ સરકારી મશીનરીએ કરવાનું હોય તે કામ ખેડૂતો એ જાતેજ કરી દીધું

Комментарии

Теги:
સરકારે, નહીં, કરતા, કુડાના, ખેડૂતોએ, પાંચ, કિમીના, રસ્તો, જાતે, બનાવી, દીધો